દસાડા: પાટડી પોલીસ મથકના જરવલા ગામેથી ગેરકાયદેસર વિદેશી અને દેશી દારૂ ઝડપાયો : ₹ 5,23,260 નો મુદ્દામાલ ઝડપાયો V
પાટડી પોલીસ મથકના જરવલા ગામે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે વિદેશી દારૂના વેપલા પર બાતમીના આધારે રેઇડ કરી હતી જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે જરવલા ગામે ઓરડીમાં રેઇડ કરી જે રેઇડમાં વિદેશી દારૂની બોટલો નંગ - 1094 ₹4,01,100 - બિયરટીન 846 નંગ જેની કિંમત ₹ 1,13,760 - અને ₹8400 ની કિંમતના દેશી દારૂ સહિત ₹ 5,23,260 નો મુદ્દામાલ ઝડપ્યો હતો.