17 ઓક્ટોબરે ડીંડોલી રેલવે ફાટક નજીક સુનિલ જમાદાર નામના યુવકની ચપ્પુના તીક્ષ્ણ ઘા ઝીંકી અજાણ્યા ઈસમોએ હત્યા કરી નાખી હતી.હત્યાનો ગુન્હો નોધી ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.દરમ્યાન આ હત્યા કેસમાં સંડોવાયેલા સગીર વયના બે કિશોરો ની શનિવારે ડીંડોલી પોલીસે ધરપકડ કરી હતી.જે બંને સગીર ને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં રજૂ કરી આગળની વધુ કાર્યવાહી ડીંડોલી પોલીસે હાથ ધરી હતી.જે અંગે એસીપી દીપસિંહ વકીલે વધુ માહિતી આપી હતી.