ધાનેરા: ધાનેરા મિશ્ર શાળા નં-2 માં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો.
ધાનેરા શહેરમાં આવેલી મિશ્ર શાળા નં-2 માં શિક્ષક કાંતિભાઈ ડી. મેવાડાનો વિદાય સમારંભ યોજાયો હતો. તેઓ છેલ્લા 18 વર્ષથી શાળામાં શિક્ષક તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે. આ પ્રસંગે સીઆરસી કક્ષાનો કલા મહોત્સવ કાર્યક્રમ પણ યોજાયો હતો.