ભુજથી રતનાલ જતા માર્ગે સૈયદપર પાટિયા પાસે બાઈક સ્લીપ થતાં રતનાલ ગામના ૩૮ વર્ષિય ચાલક રાજા રામાભાઈ રબારીનું માથામાં ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું. શુક્રવારે મૃતક કોઈ કામસર ભત્રીજાની બાઈક લઈને ભુજ ગયેલો અને ભુજથી પરત ફરતી વેળા બપોરે પોણા ચાર વાગ્યે દુર્ઘટના સર્જાઈ હતી. રાજાનું માથું ડિવાઈડર સાથે ભટકાતાં માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે પધ્ધર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. Share it on