વડનગર: વડનગર ભાજપ દ્વારા રામચોક ખાતે બિહાર જીતની ઉજવણી
14 નવેમ્બરના રોજ સાંજે 6.30 કલાકે વડનગર ભાજપ દ્વારા રામચોક ખાતે બિહાર વિધાનસભામાં એન.ડી.એની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી છે. ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશી જવા મળી છે તો એકબીજાને મીઠાઈ ખવરાવી મોં મીઠા કરાવ્યા છે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ,પાલિકા પ્રમુખ મિતિકા શાહ સહિત વડનગર શહેર ભાજપ કાર્યકરો અને કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા.