ચુડા નાં છલાળા અમરધામ ખાતે બ્રહ્મનિષ્ઠ હરિસંગ સાહેબની 13મી નિર્વાણ તિથિએ ધર્મોત્સવનું આયોજન કરાયું. આ અવસરે ભક્ત ભૂષણ મહામંડલેશ્વર જનકસિંહ સાહેબની ઉપસ્થિતિમાં જુનાગઢ ગિરનારી મંડળ તેમજ ધાર્મિક આશ્રમમાં થી સંતો મહંતો મહામંડલેશ્વરો તથા મહાપુરુષો દ્વારા સંતો મહંતોની રવેડી તથા ધર્મસભા મહા વિષ્ણુયાગ અને સંતવાણીનું આયોજન કરાયું હતું. છલાળા અમરધામનાં આંગણે વિશ્વમાં મોટામાં મોટું રામદેવજી મહારાજનું મંદિર બને એ ઘોષણા કરવામાં આવી હતી.