મુળી: લીયા ગામની સ્કૂલના વિધાર્થીઓ સ્ટેમ ક્વિઝમા અવ્વલ
મુળી તાલુકાના લીયા ગામની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્ટેમ ક્વિઝ 4.0 ની શાળા કક્ષાની ઓનલાઈન પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નોંધપાત્ર સફળતા મેળવી છે. તાલુકામાંથી કુલ 5 વિદ્યાર્થીઓમાંથી લીયા હાઈસ્કૂલના 4 વિદ્યાર્થીઓ ઝોનલ રાઉન્ડ માટે પસંદ થયા છે, જે શાળા માટે ગૌરવની બાબત છે. આ સ્પર્ધામાં લીયા હાઈસ્કૂલના વિદ્યાર્થી વણપરા રાહુલ રઘુભાઈએ તાલુકા કક્ષાએ બીજો ક્રમ પ્રાપ્ત કરી શાળા, ગામ અને સમાજનું નામ ઉજાગર કર્યું છે.