રાજકોટ: અટલ સરોવર નજીકચગડોળ ચાલકની બેદરકારી અંગે ડેપ્યુટી કમિશનરનું નિવેદન,ઘટના ખૂબ જ ગંભીર,જવાબદારો વિરુદ્ધ દાખલા રૂપ કાર્યવાહી
ગઈકાલે રાત્રે અટલ સરોવર નજીક ચગડોળ ચાલકની બેદરકારીથી એક પરિવાર ગંભીર રીતે ફસાયો હતો.આ મામલે આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ મનપાના ડેપ્યુટી કમિશનર સી.કે નંદાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સમગ્ર મામલે જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે