સુઈગામ: સાંસદ મયંક નાયકે ભાભર અને સુઈગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી
ભાભરના ફોર્ચ્યુન હોટલ ખાતે રાજ્યસભાના સાંસદ અને ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઈ નાયકની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મતદાર યાદી સુધારણા (BLO અને SIR) કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.સાંસદ મયંક નાયકે ભાભર અને સુઈગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી.