વડોદરાના ગોરવામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.ગોરવામાં મકાનના બીજા માળેથી બાળક પટકાતા તેનુ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ બાળક રમતાં રમતાં નીચે પટકાયું હતું.બે વર્ષના માસૂમ આયુષ નાયકનું મોત થતા પરિવારમાં ભારે આક્રંદ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે પરિવાર ગઈકાલે ગામડેથી પરત વડોદરા ફર્યું હતું અને આજે તેમના માથે દુઃખનું આભ ફાટી પડ્યું હતું..