થરાદ: વામી ગામે ખેડૂતોએ વાવેતર ગુમાવ્યું, નહેરની અંદર ગ્રાઉન્ડ નાળું બંધ થતાં હાલાકી
થરાદ તાલુકાના વામી ગામે લૂણાલથી લોરવાડા જતાં પુલ નીચે નર્મદા નિગમ દ્વારા બનાવવામાં આવેલી મુખ્ય નહેરની અંદર આવેલી અંડરગ્રાઉન્ડ નાળું બંધ થઈ જતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નાળી બંધ થવાથી પાણીની નીકળવાની વ્યવસ્થા અટવાઈ ગઈ છે, જેના કારણે વામી ગામના આશરે 20 જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. ખેતરોમાં ઉભો પાક જેના કારણે સંપૂર્ણ બરબાદ થઈ ગઈ છે.