ખેરાલુ: મલેકપુર રોડથી બિનવારસી મળેલ એક્ટિવા પોલીસે માલિકને પરત કર્યું
ગઈ રાત્રે ખેરાલુ મલેકપુર રોડ પર હનુમાનજી મંદિર નજીક બિનવારસી મળી આવેલ એક્ટિવા અંગે પીઆઈ પી.ડી દરજીએ તપાસ કરતા વિસનગરના બ્રિજેશ મોદીનું હોવાનું માલુમ પડતા તેનો સંપર્ક કરાયો હતો. બ્રિજેશ મોદીએ પોતાનું એક્ટિવા વિસનગર શહેરથી ગુમ થયાનું જણાવતા પોલીસે અસલ ડોક્યૂમેન્ટ સાથે બોલાવી આજે ખરાઈ કરી 25 હજારની કિંમતનું એક્ટિવા પરત કરી પ્રશંસનીય કામગીરી કરી છે.