સુઈગામ: સુઈગામ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગમાં લોકોની પાંખી હાજરી, ઈશુદાન ગઢવીએ પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરહદી થરાદ,વાવ અને સુઈગામ તાલુકાના પૂરગ્રસ્ત ગામોની બુધવારે મુલાકાત કરી હતી, અને સ્થાનિક ખેડૂતો સાથે ચર્ચા કરી પરિસ્થિતિ જાણી હતી, પૂરની પરિસ્થિતિની પીડા ભોગવતા ખેડૂતો,પશુપાલકો ખેતમજૂરોને હજુ સુધી સરકાર તરફથી કેસડોલ્સ, ઘરવખરી, પાક નિષ્ફળ કે જમીન ધોવાણની કોઈ સહાય મળી નથી,ખેતીની જમીનમાં પાણી ભરાઈ જવાના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો અને શિયાળુ સિઝન પણ નિષ્ફળ જવાની ચિંતામાં ખેડૂત મૂંઝાઈ રહ્યો છે,