વિસનગર: વિસનગરના રેશન ડીલરોની સામૂહિક રાજીનામાની ચીમકી
ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન એન્ડ લાયસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વારા રાજ્યકક્ષાએ રેશન ડીલરોની પડતર માંગણીઓના ઉકેલ માટે અપાયેલા આવેદનપત્રને વિસનગર શહેર અને તાલુકાના રેશન ડીલરોએ સજ્જડ સમર્થન આપ્યું છે. આ સંદર્ભમાં, આજે વિસનગર તાલુકાના તમામ રેશન ડીલરો દ્વારા વિસનગરની મામલતદાર કચેરી ખાતે મામલતદારને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.