માણાવદર તાલુકાના બાંટવા ગામે આજ રોજ હનુમાન ઓરડા સમિતિ, બાંટવા દ્વારા રામચરિતમાનસ રામકથાનું ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજન અંતર્ગત યોજાયેલી પોથી યાત્રાએ સમગ્ર નગરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ સર્જી દીધો હતો. બાંટવા નગરપાલિકાના જવાહર ગાર્ડન ખાતે પોથી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું