ગાંધીધામ: મનપા કમિશનરે સેક્ટર 5-6માં રોડ-સફાઈની વિઝીટ કરી,રસ્તાના કામોના સેમ્પલ મેળવી કમિશનરે લેબમાં મોકલ્યા
આજરોજ સવારે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણી દ્વારા સેક્ટર 5 અને 6 વિસ્તારમાં કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનરે આ વિસ્તારોમાં ચાલી રહેલા રસ્તાઓના કામોની ગુણવત્તા તપાસવા માટે સ્થળ પરથી સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલ્યા હતા. આ ઉપરાંત તેમણે સફાઈની કામગીરીની પણ વિઝીટ કરી હતી અને તે નિયમિત તથા યોગ્ય રીતે થાય તેવી સૂચના આપી હતી. આ નિરીક્ષણ દ્વારા વિકાસ કાર્યોની ગુણવત્તા અને સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.