જૂનાગઢ: ના ઝાંઝરડા ગામે નવરાત્રીના તહેવાર દરમિયાન રખડતાં ભટકતાં આખલાનો ત્રાસ
જૂનાગઢના ઝાંઝરડા ગામે નવરાત્રીના તહેવાર દરમિયાન રખડતાં ભટકતાં આખલાનો ત્રાસની ઘટના સામે આવી છે. રહેણાંક વિસ્તાર ઝાંઝરડામાં આખલાની લડાઈ એક કલાક સુધી ચાલી હતી અને હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હોવાથી રોડ રસ્તા ઉપર લોકોની ભીડ હોય છે. રાહદારીઓ અનેક વખત રખડતાં ભટકતાં પશુના અકસ્માતનો ભોગ બન્યા છે. અગાઉ આખલાની લડાઈથી શહેરમાં રાહદારીનું મૃત્યુ પણ થયું હતું. ત્યારે તંત્ર રખડતાં ભટકતાં આખલાને પકડવા નિષ્ફળ નીવડ્યું. હોય તેવી લોકોમાં ચર્ચા થાય છે