ભુજ: ખાવડા આરઈ પાર્કમાંથી રૂ. 1.05 લાખની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ
Bhuj, Kutch | Sep 22, 2025 ખાવડામાં આવેલી સ્ટર્લિંગ વિલ્સન કંપનીના આરઈ પાર્કમાંથી રૂ.1.05 લાખની કિંમતના કેબલ, એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી કરનાર ઇસમો ચોરાઉ માલ ભુજ વેંચવા જઇ રહી હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી ખાવડા પોલીસે ચોરી કરનાર ત્રીપુટીને પકડી લઇ ચોરી કરેલો તમામ મુદ્દામાલ રીકવર કર્યો હતો. ખાવડા પોલીસ મથકના પીઆઈ વી.બી.પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ખાવડાના કુરન પાસે આવેલી સ્ટર્લિંગ વિલ્સન કંપનીના આરઇ પાર્કમાંથી તસ્કરો રૂ. 1.05 લાખની કિંમતના કેબલ, એલ્યુમિનિયમ પ્લેટોની