જામનગર ખાતે યોજાયેલી 33મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત કિ્રકેટ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લા પંચાયતની ટીમે ચેમિ્પયનશીપ જીતી છે. ભાવેશ પટેલની કેપ્ટનશીપ હેઠળ ટીમે આ સિદિ્ધ હાંસલ કરી.ફાઇનલ મેચ સુરત જિલ્લા પંચાયત અને આણંદ જિલ્લા| પંચાયતની ટીમો વચ્ચે રમાઈ હતી. આણંદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી અને 20 ઓવરમાં 120 રન બનાવ્યા હતા. સુરત જિલ્લા પંચાયતે ચુસ્ત બોલિંગ અને ફિલિ્ડંગના પ્રદર્શનથી આણંદને આ સ્કોર પર રોક્યું હતું.