ગણદેવી: ગણદેવી તાલુકાના મોવાસા ગામે મરીન ટાસ્ક ફોર્સની બેઠક — દાણચોરી અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા ગ્રામજનોને અપાઈ
નવસારી જિલ્લામાં દરિયાઈ તટ રેખાની સુરક્ષા મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ અને મરીન સેક્ટર લીડરની કચેરી દ્વારા ગણદેવી તાલુકાના મોવાસા ગામે વિશેષ બેઠક યોજાઈ હતી. દરિયાકાંઠા વિસ્તારમાં શંકાસ્પદ બોટ, ડ્રોન, પેકેટ્સ અથવા વ્યક્તિ જો દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી હતી. બેઠક દરમિયાન ગ્રામજનોને જાગૃતિ સાથે સહભાગી બની દરિયાઈ સુરક્ષામાં યોગદાન આપવાની અપીલ પણ કરવામાં આવી હતી.