બારડોલી: બાબેન સુગર ફેક્ટરી પાસે જીન નજીકથી પસાર થતી રિક્ષાને એક અજાણ્યા વાહને આફતે લેતા ચાલકને 108 માં હોસ્પિટલ ખસેડાયો
Bardoli, Surat | Nov 24, 2025 સોમવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં બારડોલી રેલવે ફાટક ઓળંગી બાબેન ગામ તરફ જતી એક રીક્ષા નંબર GJ 19 WB 3458 બાબેન જીન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી પૂર ઝડપે આવતા અજાણ્યા વાહને રિક્ષાને અડફેટે લેતા રીક્ષા. સ્થળ ઉપર પલ્ટી થઈ જતા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રિક્ષાને સીધી કરી 108 ને ફોન કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો.