માંડવી નગરપાલિકા કારોબારી સમિતિની બેઠક ચેરમેન વિશાલ ઠક્કરના પ્રમુખ સ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન વર્ષ 2026-27 માટે અંદાજિત ₹54.08 કરોડના અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. સાથે જ વર્ષ 2025-26નું સુધારેલ અંદાજપત્ર ₹61,46,13,049/- પણ મંજૂર કરવામાં આવ્યું હતું.