ઉધના: સુરતના અમરોલીમાં રાષ્ટ્રધ્વજનું અપમાન:મહિલાની ધરપકડ
Udhna, Surat | Sep 16, 2025 સુરતના અમરોલીમાં રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમરોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાએ જાહેરમાં રાષ્ટ્રધ્વજને સળગાવીને તેનું અપમાન કર્યું હતું.આ ઘટના 15 સપ્ટેમ્બર, 2025ના રોજ બની હતી. અમરોલીના તારવાડી વિસ્તારમાં આવેલા તપોવન એપાર્ટમેન્ટમાં રહેતી 37 વર્ષીય સોની શંભુભાઈ જયપ્રકાશ ઠઠેરા નામની મહિલાએ પોતાના એપાર્ટમેન્ટની નીચે જ દેશના રાષ્ટ્રધ્વજને સળગાવ્યો હતો.