ગાંધીનગર: શક્તિ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી સ્થિતિ બની શકે છે, જેમાં 6 થી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.પટેલના જણાવ્યા અનુસાર, ઓમાનથી શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે છે, જોકે તેની અસર ઓછી રહેવાની શક્યતા છે. "વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા તેની ગતિ મંદ પડી શકે છે," એમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે