વડોદરા: અલકાપુરી શ્રીમ શાલીની મોલમાં થયેલા અનઅધિકૃત દબાણ મામલે ફરિયાદ,પાલિકા દ્વારા દબાણો દૂર કરવા સૂચના અપાઈ
વડોદરા : અલકાપુરી ખાતે આવેલ શ્રીમ શાલીની મોલના કોમન સ્પેસમાં થયેલા અન્ન અધિકૃત તથા ગેરકાયદેસર બાંધકામ મામલે એક નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.જેને આધારે પાલિકાની જમીન મિલકત શાખાના અધિકારીઓની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.જ્યાં દુકાનદારોને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી સાથે જ જુવા સૂચના નું પાલન કરવામાં નહીં આવે તો પાલિકાની ટીમ આગામી દિવસોમાં કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.