શિયાળાની કડકડતી ઠંડીમાં જયારે માનવી પોતાને ઠંડીથી બચાવવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લે છે, ત્યારે અંજારના સચિદાનંદ મંદિર ખાતે સ્થિત રાધા-કૃષ્ણ દેવને પણ દરરોજ વિશેષ સ્નેહ અને ભક્તિભાવ સાથે ગરમ વસ્ત્રોથી સણગારવામાં આવે છે. આ વાત મંદિરના મહંત પરમ પૂજય શ્રી ત્રિકમદાસજી મહારાજ દ્વારા જણાવવામાં આવી હતી. મહંતશ્રીએ જણાવ્યું હતું કે દેવોને માત્ર પૂજાનો વિષય નહીં પરંતુ પરિવારના સભ્ય સમાન માનીને તેમની સેવા કરવામાં આવે છે.