વડોદરા પૂર્વ: શો રૂમ પર ગાડી ખરીદવા પડાપડી
આજે દશેરા પર્વ પર વાહન ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.શહેરમાં આજે 5 હજારથી વધુ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની ખરીદી થઈ હતી.GST દર ઘટતા વાહન ખરીદીમાં વધારો નોંધાયો હતો.ગાડીઓ સસ્તી થતા 10 ટકાનો સુધી ગ્રાહકોને સીધો ફાયદો થયો હતો.દશેરા પર્વે પર વાહનની ડીલેવરી લેવા અગાઉથી જ ગ્રાહકોએ બુકીંગ કરાવ્યું હતું.શોરૂમોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી તેમજ બુકિંગમાં પણ વધારો નોંધાયો હતો.