ભુજ-માંડવી હાઈવે રોડ પર લક્કીવાળી ચાડી પાસે સુખપર નજીક મારામારી કરવામાં આવી હતી. ફરિયાદી ભુજના શાંતિનગરમાં રહેતા ઈરફાન ઉર્ફે સમીર હુશેન જતના જણાવ્યા પ્રમાણે આરોપીઓ સુલ્તાન હુશેન જત અને અસલમ ગફુર જતે ફરિયાદી પાસેથી પૈસા લેવા બાબતેનું મનદુઃખ રાખીને ફરિયાદીને પેટના ભાગે છરીનો ઘા મારી ઈજા પહોંચાડી ગાળ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી માનકૂવા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.