આંબલિયાસણ સ્ટેશનના અંબાજી ચોકમાંથી કારમાં વાછરડાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ "
Mahesana City, Mahesana | Oct 30, 2025
મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુધન ચોર ટોળકી સક્રિય બની છે અને શોભાસણ, આખજ માંથી વાછરડાં ચોરીની ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધવા પામી છે, ત્યારે આંબલિયાસણ સ્ટેશનના અંબિકા ચોકમાંથી પણ કાર લઈને આવેલ તસ્કરો દ્વારા વાછરડાં ચોરવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં તેઓ નિષ્ફળ રહેતાં કાર લઈને ફરાર થઈ ગયા હતા અને સમગ્ર ઘટના CCTV માં કેદ થવા પામી છે. .