માળીયા: માળિયાના ખીરાઈ ગામ પાસે છેલ્લા 13 વર્ષથી પદયાત્રીઓ માટે કાર્યરત આશાપુરા સેવા કેમ્પ....
Maliya, Morbi | Sep 21, 2025 માળીયા મિયાણા તાલુકાના ખીરઈ ગામના બોર્ડ પાસે છેલ્લા 13 વર્ષથી સ્થાનિક સિરામિક એકમો દ્વારા આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે કચ્છ ખાતે આશાપુરા માતાજીના મઢે દર્શને જતા પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ખાવા, પીવા, રહેવા તથા મેડિકલ સહિતની સુવિધાઓ સાથે જય માં આશાપુરા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના આયોજન વિશે મીડિયા સમક્ષ માહિતી રજૂ કરવામાં આવી છે.