પારડી: પારડીના રેટલાવ બ્રિજ પાસેથી ગણદેવીની મહિલા વિદેશી દારૂ સાથે ઝડપાઇ
Pardi, Valsad | Oct 6, 2025 પારડી પોલીસે રેટલાવ બ્રિજ પાસેથી સોમવારે સવારે 10 કલાકે પેટ્રોલિંગ દરમિયાન એક મહિલાને વિદેશી દારૂ સાથે ઝડપી પાડી હતી. જેમાં પોલીસે મહિલા પાસેથી 20 બોટલ વિદેશી દારૂ જેની કિ.રૂ. 2500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી મહિલા સરસ્વતીબેન છનુભાઇ પટેલ રહે. ગણદેવીની અટકાત કરી તેના વિરૂદ્ધ પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.