ધોલેરા: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હવે એનસીસીમાં ભાગ લઈ શકશે, જુલાઈથી તાલીમ કાર્યક્રમ શરૂ થશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના 105 વર્ષ બાદ સૌપ્રથમ વાર વિવિધ કોર્સના વિદ્યાર્થીઓને એનસીસીની તાલીમનો અવસર મળશે. એનસીસીની આ વિધિવત્ તાલીમનો જુલાઈથી પ્રારંભ થશે. હાલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં વિવિધ કોર્સીસમાં ભણતા 500 વિદ્યાર્થીઓ એનએસએસ સાથે જોડાયેલા છે. વિવિધ પ્રકારના સ્નાતક કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એનસીસીના અધિકારીઓ દ્વારા દેશભક્તિ, શિસ્ત, સમાજ સેવા સહિતના પાસાઓની સઘન સ્પેશિયલ તાલીમ આપવામાં આવશે.