અંકલેશ્વર: તાલુકા પોલીસે સાગબારા ફાટક અનંતા ઈન્ડસ્ટ્રીઝ જવાના માર્ગ ઉપર ઝાડીઓમાંથી વિદેશી દારૂના જથ્થા એક ઇસમને ઝડપી પાડયો
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સાગબારા ફાટક અનંતા ઈન્ડસ્ટ્રીઝ જવાના માર્ગ ઉપર ઝાડીઓમાં એક ઇસમ વિદેશી દારૂની વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 16 નંગ બોટલ અને એક ફોન મળી કુલ 9 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને સાગબારા ફાટક પાસે રહેતો વિક્રમ ગોરધન વસાવાને ઝડપી પાડ્યો હતો.