માણાવદર તાલુકામાં પોલીસ દ્વારા ગસ્ત દરમ્યાન એક શંકાસ્પદ યુવાનની તપાસ કરતા તેની પાસે પ્રતિબંધિત હથિયાર મળી આવ્યું હતું. મળતી માહિતી મુજબ આશીષભાઈ ભીમાભાઈ પરમાર (ઉંમર 28, રહે. ચુનારાવાસ, તાલુકો માણાવદર) જાહેરમાં ગેરકાયદે રીતે પોતાના કબ્જામાં પેન્ટના નેફામાં ધારદાર છરી સાથે મળી આવ્યો હતો.