પારડી: પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કલસર ચેકપોસ્ટ પાસે એક આઈ 10 કારમાં લઈ જવાતો 8400ના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો
Pardi, Valsad | Sep 16, 2025 મંગળવારના 3 કલાકે નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ પારડી પોલીસની ટીમ કલસર પાતળીયા ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતી.જે દરમિયાન દબાણ તરફથી આવતી એક I 10 કારનંબર gj 21 bc 0189 આવતા તેને ઉભી રાખી તપાસ કરતા તેમાંથી કુલ 32 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂની કિંમત 8400 કારની કિંમત 300000 મળી કુલ ત્રણ લાખ આઠ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ મિતેશકુમાર ચોથમલ પ્રજાપતિ સામે પ્રોહીબિશન અંગે પાર્ટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે