વડોદરા: MSUની પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીની આર્ટ ગેલેરી ખાતે અદભુત પ્રદર્શની યોજાઈ,ગુજરાતના 53 આર્ટિસ્ટે ભાગ લીધો
વડોદરા : MSUની ફાઈન આર્ટસ ફેકલ્ટીની આર્ટ ગેલેરીમાં આર્ટ એક્ઝિબિશન યોજાયું છે.જેમા ગુજરાતના 53 આર્ટિસ્ટે ભાગ લીધેલો છે.વડોદરા,અમદાવાદ, રાજકોટ,સુરત,જામનગર સહિતના શહેરમાંથી આર્ટિસ્ટો એમનું કલાનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.જેમાં આર્ટિસ્ટની અલગ અલગ ક્રિએટિવિટી જોવા મળશે.જેમકે અષ્ટ લક્ષ્મી અને નવદુર્ગાના કલમકારી ઓઇલ પેઇન્ટિંગ ઉપરાંત એક્રેલિક,પેન્સિલ વર્ક,મંડલા આર્ટ,પેન વર્ક,સ્કલ્પ્ચર્સ અને અલગ અલગ જાતના ટોટલ150 આર્ટ વર્ક મુકવામાં આવ્યા છે.