જામજોધપુર: જામજોધપુર પંથકમાં તોલમાપ કચેરી દ્વારા ચેકિંગ ક્યારે કરાશે ? તેવું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે
જામનગર જિલ્લાના જામજોધપુર પથકમાં તોલમાપ કચેરીના અધિકારીઓ દ્વારા ચેકિંગ કામગીરી ક્યારે કરવામાં આવશે ? તેવો સવાલો લોક મુખે ચર્ચા રહ્યા છે જામજોધપુર પંથકમાં છેલ્લા લાંબા સમયથી વજનકાંટાનું ચેકિંગ કરાયું નથી. આજે પણ અનેક વેપારીઓ જુના અને ખખડધજ વજનકાંટાનો ઉપયોગ કરે છે. પરિણામે અમુક વખત ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે આથી, સત્વરે તોલમાપ વિભાગ ચેકિંગની કામગીરી કરે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે