ઠાસરા: ભદ્રાસામા પોસ્ટમેન વિધવા સહાયના પૈસા ચાઉં કરતો હોવાનો આક્ષેપ,70 થી વધુ વિધવા મહિલાઓએ કરી ઉચ્ચ અધિકારીને રજૂઆત
Thasra, Kheda | Dec 11, 2025 ઠાસરા તાલુકાના ભદરાસામા સરપંચની આગેવાનીમાં મહિલાઓની બેઠક યોજાઇ હતી જેમાં 70 થી વધુ મહિલાઓએ વિધવા સહાય લાભાર્થીને બદલે પોસ્ટમેન પોતે જ વાપરી દેતો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે બે ત્રણ મહિના સુધી વિધવા મહિલાઓને રકમ નહીં આપી અને પોસ્ટ ખાતાની તમામ પાસબુકો પણ પોસ્ટમેન પોતાની પાસે રાખી વિધવા સહાયના મોટાભાગના નાણા વાપરી નાખ્યા હોવાનો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે સરપંચ અને મહિલાઓની ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે