હાલ જ થોડા દિવસ અગાઉ પદ્મશ્રી મથુર સવાણી દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. પાટીદાર સમાજનું બંધારણ બનાવવું કે કેમ તે અંગેની રાય સમાજના સંગઠિત આગેવાનો,યુવાનો,મહિલાઓ અને પુરુષો પાસેથી લેવામાં આવી હતી.તેમનો આ વિડીયો કરોડો લોકોએ નિહાળ્યો હતો.જે વીડિયોને જંગી પ્રતિસાદ મળ્યો હતો.મથુર સવાણીએ જણાવ્યું કે સમાજમાં રહેલા નિત નવા નિયમો અને કુરિવાજો અંગે પાટીદાર સમાજના બંધારણ અંગે સમાજના લોકો સાથે બેઠક કરી ચર્ચા કરવામાં આવશે.