જિલ્લાના 10 ગામની કુલ 20 આંગણવાડી કેન્દ્રોની 73 કિશોરીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું
Palanpur City, Banas Kantha | Jun 17, 2025
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જરના નેતૃત્વ હેઠળ કિશોરીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પાલનપુરના ઘટક-4ના મડાણા ગઢ સેજા વિસ્તારમાં આવેલ 10 ગામની કુલ 20 આંગણવાડી કેન્દ્રોની 73 કિશોરીઓને નૂતન ભારતી ગઢ મડાણા સંચાલિત લક્ષ્મીચંદ ઝવેરી આઈ.ટી.આઈ ખાતે મુલાકાત સાથે માર્ગદર્શિત કરાયા હતા.