ગોંડલની બહેનોએ દિવાળીએ વિષ્ણુ-લક્ષ્મીની ભવ્ય રંગોળી બનાવી
Gondal City, Rajkot | Oct 22, 2025
ગોંડલમાં બે બહેનો દ્વારા ભવ્ય રંગોલી દોરવામાં આવી દિવાળીના પવિત્ર તહેવારને લઈને બે બહેનો દ્વારા પોતાની કલા દ્વારા ભક્તિનો અનોખો રંગ પૂર્યો છે ત્રણ દિવસની મહેનત બાદ ભગવાન વિષ્ણુ નારાયણ અને માતા લક્ષ્મીજીની વિશાળ રંગોળીનું નિર્માણ કર્યું છે ગોંડલના ગણેશ મીલ વાડી શેરીમાં રહેતા બંસીબેન રોકડ અને હેપી બેન રોકડએ 7 ફૂટ લંબાઈ અને આઠ ફૂટ પહોળાઈ વાળી વિશાળ રંગોળી તૈયાર કરી