ઉધના: સુરત:અકસ્માતના અલગ-અલગ બનાવોમાં 4 લોકોના કરૂણ મોત; ચાર પરિવારોમાં શોકનું મોજું
Udhna, Surat | Oct 26, 2025 સુરત:શહેરમાં જુદા-જુદા સ્થળોએ બનેલા ગમખ્વાર અકસ્માતોમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ બનાવોમાં એક યુવાન કાર પલટી જવાથી, એક વૃદ્ધ રસ્તો ઓળંગતા, એક યુવાન બાઈક સ્લીપ થવાથી અને એક પ્રૌઢ રિક્ષાની અડફેટે મોતને ભેટ્યા હતા. ચાર અલગ-અલગ અકસ્માતમાં 4 લોકોના મોતથી ચાર પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.