ખેરગામ: આછવણીમાં લાખોના ખર્ચે બનેલા શૌચાલયો 5 વર્ષમાં જ જાળવણીના અભાવે બિનઉપયોગી
ખેરગામ તાલુકાના આછવણી ચાર રસ્તા પર ગ્રામ પંચાયત કચેરીની નજીક લોકોની સુખાકારી અને રાહદારીઓ માટે જાહેર શૌચાલય બનાવ્યા હતા પરંતુ જાળવણીના અભાવે તમામ શૌચાલય બિસ્માર હાલતમાં બન્યા છે. જેની આસપાસ ગ્રાસ અને દરવાજા પાસે ઝાડી ઝાંખરડા ઊગી નીકળતા તેનો ઉપયોગ ન થતા લોકો માટે બિનઉપયોગી બન્યા છે.