મહુવા: રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 સંદર્ભે વસરાઈ ખાતે મિટિંગ યોજાઈ.
Mahuva, Surat | Oct 12, 2025 અંબિકા તાલુકાના વસરાઈ ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય આયોજિત રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 તારીખ 1 થી 4 નવેમ્બર વચ્ચે યોજાનાર છે જે ની તૈયારી ની શરૂઆત પણ થઈ ચૂકી છે અને વિશાળ પાર્કિંગ ની વ્યવસ્થા પણ ઉપલબ્ધ થઈ શકે એવા આયોજન પણ કરી દેવામાં આવ્યા છે.ત્યારે કાર્યક્રમ ને સંદર્ભે વસરાઈ દિશા ઘોડિયા સમાજ ભવન ખાતે ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયા ની ઉપસ્થિતિ વચ્ચે આયોજન અંગેની ખાસ મિટિંગ યોજાઈ હતી.