આલવાડા ગામની સીમમાંથી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની એલસીબીએ અટકાયત કરી.
Palanpur City, Banas Kantha | Dec 1, 2025
ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના આલવાડા ગામની સીમમાંથી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની એલસીબીએ અટકાયત કરી હોવાની જાણકારી આજે સોમવારે બપોરે 12:00 કલાકે આપી છે જોકે દારૂ મંગાવનાર, દારૂ ભરાવનાર સહિતના લોકો સામે ધાનેરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.