ખેરાલુ ધારાસભ્ય કાર્યાલય ખાતે લાંબા સમય બાદ જનસંપર્ક યોજાયો હતો જેમાં શહેર અને તાલુકાના ગામોથી મોટી સંખ્યામાં રજુઆત માટે લોકો હાજર રહ્યા હતા. શહેર અને વિધાનસભાની વિવિધ રજુઆતો લેખિત અને મૌખિક રીતે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સમક્ષ મુકવામાં આવી હતી જેનો નિકાલ કરવાની ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ખાતરી આપી હતી. આજે લાંબા સમય બાદ જનસંપર્ક યોજાતા અરજદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.