વડોદરા: વિચિત્ર અકસ્માત : મહિલા કાર ચાલકે બાઈક સવારને ફંગોળ્યા બાદ ચાની લારીમાં કાર ઘુસી ગઈ
વડોદરા : કલેકટર કચેરીની બહાર ઓવર સ્પીડમાં દોડતી કાર ચાલકે એક બાઈક ચાલકને ટક્કર મારી દીધી હતી.અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી.ટક્કર બાદ કાર નિયંત્રણ ગુમાવી ચાની લારીમાં ઘૂસી ગઈ હતી.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.કાર ચાલકની બેદરકારી અને ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો હતો. પોલીસે ગાડી ચાલક સામે કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.