વડોદરા શહેરમાં વરસેલા કમોસમી વરસાદે વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે,શહેરમાં એવો કોઈ વિસ્તાર નથી બચ્યો કે જ્યાં વરસાદી પાણી ન ભરાયા હોય,હદ તો ત્યારે થઈ કે નવાપુરા વિસ્તારમાં વરસાદ બંધ થયા ના 15 કલાક બાદ પણ વરસાદી પાણી ન ઉતર્યા જેના કારણે લોકોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.જેના કારણે ત્યાંના સ્થાનિકો તંત્ર સામે રોષે ભરાયા છે