શનિવારે સુરત આવેલ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.અડાજણ સ્થિત હોટલ પાર્ક ઇન બાય રેડિસન ખાતે ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની 116 મી એક્ઝીક્યુટીવ કમિટીની સમિટ યોજાય હતી. જે સમિટમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. સુરત મેયર દક્ષેશ માવાણી દ્વારા સમિટમાં ઉપસ્થિત રહેલા મુખ્યપ્રધાન નું સ્વાગત કરાયું હતું. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે સુરતના આંગણે યોજાયેલી સમિટ અંગે અભિનંદન આપ્યા હતા.