મહેસાણા LCBએ બાતમીના આધારે કહીપુર ગામે ખેતરમાં રેડ કરતા દેશી દારૂ ગાળવાનો 250 લીટર જેટલો વોશ મળી આવ્યો હતો. પોલીસે જમીનમાં દાટેલા 5 જેટલા પીપમાંથી સમગ્ર જથ્થો કબજે કર્યો હતો.જોકે સમગ્ર રેડ દરમ્યાન આરોપી મળી ન આવતા પોલીસે વોશ કબજે કરી વડનગર પોલીસમાં ગોવિંદજી ઠાકોર નામના ઈસમ સામે ગુનો દાખલ કરાવ્યો છે.